Pages

Subscribe:

Saturday, 10 November 2012

‘હું’ અને ‘મારું’નો ત્યાગ

ગ્રીક દાર્શનિક પ્લેટોના શિષ્ય અને મહાન એલેકઝાન્ડરના ગુરુ ઍરિસ્ટોટલ (ઈ.પૂ. ૩૮૪-૩૨૨) પશ્ચિમમાં વિસ્તરેલી અનેક વિદ્યાશાખાઓના આદ્યપિતા ગણાય. વૈજ્ઞાનિક અભ્યાસ પઘ્ધતિના વિકાસમાં એમણે મહત્વનો ફાળો આપ્યો, તો તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો એમણે પાયો નાખ્યો તેમજ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે અનેક ક્ષેત્રોમાં યોગદાન કર્યુ. આને પરિણામેઍરિસ્ટોટલ પ્રાચીન વિશ્વના સર્વશ્રેષ્ઠ સર્વવિદ્યાવિશારદ (એન્સાઈક્લોપીડિસ્ટ) તરીકે નામના પામ્યા. ઍરિસ્ટોટલ પાસે વિદ્વાનો સતત આવતા રહેતા અને બધા એમની પાસેથી જ્ઞાનપ્રાપ્ત કરતા હતા, આમ છતાં સ્વયં ઍરિસ્ટોટલ પોતાને ક્યારેય જ્ઞાની માનતા નહોતા એટલું જ નહીં, બલ્કે હંમેશાં નવું નવું જ્ઞાન મેળવવા માટે આતુર રહેતા. નાના બાળક પાસેથી કે યુવાન પાસેથી પણ શીખવામાં એમને કોઈ નાનમ નહોતી.


એક દિવસ એમના પરમ મિત્રએ આશ્ચર્યસહિત કહ્યું, ‘દેશમાં પ્રખર વિદ્વાનો તમારી પાસે જ્ઞાનપ્રાપ્તિ અર્થે આવે છે અનેએ મેળવીને પોતાને ભાગ્યશાળી માને છે. આમ છતાં મને આશ્ચર્ય એ થાય છે કે તમે હંમેશાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પાસેથી જ્ઞાનપ્રાપ્ત કરવા માટે ઉત્સુક રહો છો. તમારે એમની પાસેથી જ્ઞાનપ્રાપ્ત કરવાની શી જરૂર છે ? કે પછી એમને ખુશ રાખવા માટે આવું કરો છો.’
મિત્રની વાત સાંભળીને ઍરિસ્ટોટલ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘સહુ કોઈની પાસે કંઈકને કંઈક જ્ઞાન કે જાણકારી હોય છે કે જે બીજાની પાસે હોતી નથી. એથી દરેક વ્યક્તિએ હંમેશાં શીખવાની તૈયારી રાખવી જોઈએ. સાચા શિક્ષકનું આ લક્ષણ છે. જ્ઞાન તો અનંત છે. એની કોઈ સીમા નથી. હું સદૈવ એની પ્રાપ્તિ માટે આતુર રહીશ.’
ઍરિસ્ટોટલની જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા જોઈને એમનો મિત્ર પ્રસન્ન થઈ ગયો.


અઘ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય એ જ આજના યુગની માગ છે. ટેકનોલોજીના ક્ષેત્રે અવિરત હરણફાળ ભરતી અને સંહારશાસ્ત્રો વચ્ચે શ્વાસ લેતી માનવજાતિને સંહારના બદલે સર્જન અને સ્પર્ધાને બદલે સુખ-શાંતિના પંથે લઈ જવી હોય, તો વિજ્ઞાન અને અઘ્યાત્મ બંનેનો સમન્વય જરૂરી છે.

બૌદ્ધિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ એ બંનેનો તંતુ એકબીજા સાથે જોડવામાં આવે, તો જ ઉમદા માનવીનું નિર્માણ કરી શકાય. બાહ્ય દ્રષ્ટિએ તદ્દન ભિન્ન લાગતી આ બે બાબતોનો સમન્વય કઈ રીતે સાધી શકાય? કયા સેતુ દ્વારા આ સામસામે છેડે આવેલી બે બાબતોને જોડી શકાય?
કોઈ એક વિરલ પળે ૨૦૦૩ની ૧૫મી ફેબુ્રઆરીએ દેશના પ્રખર વિજ્ઞાની પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને સમર્થ દાર્શનિક આચાર્ય મહાપ્રજ્ઞજીએ સાથે મળીને આ વિષય પર ચંિતન કર્યું. બંનેએ અનુભવ્યું કે ઉમદા વિચારો ધરાવતા સારા નાગરિકોનું નિર્માણ જરૂરી છે અને તેને માટે બૌદ્ધિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ વચ્ચે રહેલું અંતર દૂર કરવાની આવશ્યકતા છે.
આ સંદર્ભમાં પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે આજે આખું જગત પોતાનાં સંતાનોને કાજે સારી કેળવણી ઝંખે છે, કારણ કે બાળકો જ આ સમાજમાં પરિવર્તન લાવી શકે તેમ છે. મનુષ્યજાતિના ત્રીજા ભાગનો હિસ્સો એટલે કે આશરે ત્રણસો મિલિયન બાળકો આ ધરતી પર છે. એ બાળકોમાં તમારે પરિવર્તન આણવાનું છે. વૃદ્ધોથી ભિન્ન પ્રકારે એમનું નિર્માણ કરવાનું છે. આમ કરીએ તેનો અર્થ જ એ કે આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઈચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ?
આ સંદર્ભમાં આચાર્ય મહાપ્રજ્ઞજી અને વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ વચ્ચે લાંબી ચર્ચા થઈ અને એનો એ નિષ્કર્ષ તારવ્યો કે જો તમારે શાંતિપૂર્ણ જીવવું હોય અને તમે ઈચ્છો કે એક અબજ ભારતીયો શાંતિપૂર્ણ રીતે જીવે, તો એને માટે શિક્ષણ દ્વારા ‘હું’ અને ‘મારું’ની ભાવના છોડવાનું શીખવવું જોઈએ. જ્યારે તમે તમારી જાતને પૂછો કે કઈ રીતે તમે ‘હું’ અને ‘મારું’ એ ભાવને છોડી શકશો? જે દિવસે તમે આ ભાવ છોડશો, તે દિવસે તમારો અહંકાર નષ્ટ થઈ જશે.

હું’ અને ‘મારું’ એ દૂર કરવું અત્યંત મુશ્કેલ કામ છે. એ સૌથી મોટું બાધક તત્ત્વ છે અને ઉમદા પુરુષોને માટે એ સૌથી મોટો પડકાર છે. શું શિક્ષણ બાળકોને એ રીતે કેળવે છે કે કઈ રીતે તમારામાંથી ‘હું’ અને ‘મારું’નો ભાવ ચાલ્યો જાય? કદાચ બાળકો એ આસાનીથી શીખી શકશે. મોટાઓને માટે એ મુશ્કેલ છે, પરંતુ જો બાળકોને શીખવવામાં આવે, તો અહંકારને મિટાવી શકે છે. અહંકાર નષ્ટ થશે તો દ્વેષ નષ્ટ થશે અને પરિણામે હંિસાનો ભાવ સમાપ્ત થઈ જશે. વર્તમાન વિશ્વને આની જ આવશ્યકતા છે.
માનવી નિરંતર યુદ્ધ ખેલી રહ્યો છે. જો ક્યાંય યુદ્ધ ખેલાતું ન હોય તો એ પોતે સ્વયં યુદ્ધ સર્જે છે. આ યુદ્ધ એના મનમાં ખેલાય છે અને એ નિરંતર આંતરિક અને બાહ્ય રીતે યુદ્ધ ખેલી રહ્યો છે. આ સમયે મને એક પ્રસંગ યાદ આવે છે.
૧૯૬૨માં મારા અઘ્યાપક અને મારા ગુરુ પ્રો. વિક્રમ સારાભાઈ હતા. તેઓ અંતરિક્ષીય વિકિરણોના એક પ્રસિદ્ધ વિજ્ઞાની હતા. આ ક્ષેત્રમાં તેઓ વિશેષ સંશોધન કરવા માગતા હતા અને તેમણે કેરાલાના થુમ્બા નામની જગ્યા શોધી, જે ભૂમઘ્ય રેખાની નજીક હતી અને વૈજ્ઞાનિક પ્રયોગને માટે સર્વથા યોગ્ય હતી.
એમણે અધિકારીઓ પાસેથી એ ચારસો એકર જમીનની માગણી કરી. અધિકારીઓએ કહ્યું કે તમે ઘણી મોટી માગણી કરો છો. આ ચારસો એકર જમીન પર હજારો માછીમારોની આજિવિકા આધારિત છે તથા મૅરીનું ચર્ચ તેમજ બિશપનું ઘર પણ આપેલું છે. તમે એ ચર્ચ કઈ રીતે માગી શકો?

પ્રો. વિક્રમ સારાભાઈએ એમ હાર માની લીધી નહીં. તેઓ નેતાઓને મળવા ગયા. એમણે કહ્યું, ‘‘વિક્રમ, તમે એક સારા વૈજ્ઞાનિક છો, પરંતુ તદ્દન અશક્ય ચીજ માગી રહ્યા છો. હવે તમને માત્ર એક જ વ્યક્તિ મદદ કરી શકે અને તે છે ચર્ચના બિશપ ફાધર પીટર પરેરા.’’

શનિવારની સાંજે ડૉ. વિક્રમ સારાભાઈ બિશપના ઘેર ગયા અને કહ્યું, ‘‘ફાધર, મને વૈજ્ઞાનિક પ્રયોગો માટે થુમ્બા ક્ષેત્ર જોઈએ છીએ.’’ વિક્રમ સારાભાઈએ ફાધરને જોયા અને ફાધરે વિક્રમ સારાભાઈને. બંનેમાં એક અસાધારણ ગુણનું સામ્ય હતું. વિક્રમ સારાભાઈ હસ્યા અને ફાધર પણ હસ્યા. બંનેનું હાસ્ય અપૂર્વ સંયોગ બની ગયું. પછી ફાધર પરેરાએ કહ્યું,

‘‘તમે અસંભવ ચીજની માગણી કરો છો. તમે ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાની છો. તમે મારું ઘર મેળવવા ચાહો છો, એક પાદરીનું ઘર ઈચ્છો છો, એ હું કઈ રીતે આપી શકું? કાલે રવિવારીય ધર્મસભામાં ચર્ચમાં આ વિશે હું લોકો સાથે વાતચીત કરીશ.’’
રવિવારે સવારે આઠ વાગે ડૉ. વિક્રમ સારાભાઈ ચર્ચમાં ગયા અને ચર્ચની બેઠકની છેલ્લી હરોળમાં બેઠા. ફાધર પિટર પરેરા બાઈબલ વાંચી રહ્યા હતા. પ્રાર્થના પૂર્ણ થતાં એમણે વિક્રમ સારાભાઈ અને એમના સાથીઓને મંચ પર બોલાવ્યા. એમણે વિક્રમ સારાભાઈનો એક અંતરિક્ષીય વિજ્ઞાની તરીકે પરિચય આપ્યો અને કહ્યું, ‘‘આ વિજ્ઞાનીઓ પ્રશ્ન કરે છે, તર્ક કરે છે અને એનું સમાધાન શોધે છે, વીજળી, સંચારસાધનો અને દવાઓનો આવિષ્કાર કરે છે. ખેતીના ક્ષેત્રમાં નવી શોધો કરે છે અને એ રીતે વિજ્ઞાનીઓ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. લોકોને ભૌતિક સુખ પ્રદાન કરે છે. હું જે આપું છું તે આઘ્યાત્મિક છે. હું ભગવાન પાસે તમારા પાપને માટે ક્ષમા અને તમારી આઘ્યાત્મિક સુખશાંતિ માટે પ્રાર્થના કરું છું. પરંતુ સારી રીતે જીવવા માટે ભૌતિક સુખ અને આઘ્યાત્મિક સુખ બંને મહત્ત્વના છે. મારો તમને લોકોને પ્રશ્ન એ છે કે આપણે એમને ચર્ચનું સ્થાન આપીશું ખરા? અહીં તેઓ વર્ષભર પ્રયોગો કરશે અને પછી એક વર્ષ બાદ આપણને આ સ્થાન પાછું આપશે.’’
સારાભાઈને વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચર્ચ મળ્યું. જ્યાંથી ડૉ. અબ્દુલ કલામે એમનું પહેલું રોકેટ (ઉપગ્રહ) અંતરિક્ષમાં છોડ્યું. ટેકનિકનો વિકાસ કર્યો અને આજે આ સ્થળે ઘણી મોટી મોટી ઈમારતો છે.
આ વાત યાદ કરીને ડૉ. કલામે કહ્યું કે, ‘આથી જ આપણે આપણા જીવનમાંથી ‘હું’ અને ‘મારું’નો ભાવ છોડવો જોઈએ ને અઘ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધવા પ્રયત્ન કરવો જોઈએ.’

વિભાવરી વર્મા

‘‘મનીષા, બનાવટી આઘુનિકતાનો ચંચળો ઓઢવા જતાં આપણે આપણી
જાતને કાર્ટૂન બનાવી બેઠાં.’’
‘‘લંડનના છોકરાઓ કંઇ છોકરીઓને કંકુ- ચોખા લઇને ડાન્સ માટે નોતરું
મૂકવા આવતા હોય છે ?’’


માનસીની માસીએ મોકલેલી લકઝુરિયસ શોફર-ડ્રિવન ‘શેવરોલે’ કાર ખ્યાતનામ ડિસ્કોથેક ‘સ્ટુડિયો-નાઈન્ટીન’ તરફ પાણીના રેલાની જેમ આગળ વધી રહી હતી.
પરંતુ કારમાં માનસીની બાજુમાં બેઠેલી એની ખાસ બહેનપણી મનીષાનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. મનીષા સ્વભાવથી ભલે ગમે એટલી બિન્દાસ હોય પણ આ રીતે અતિશય મોંઘા ડિસ્કોથેકમાં જવાનો પહેલો પ્રસંગ હતો. વળી મનીષાની નર્વસનેસ ડિસ્કોથેકના કારણે નહિ પણ એણે પહેરેલા ડ્રેસને કારણે હતી. ધારોકે આવા સ્વરૂપમાં આ જગાએ એના કોઈ સગાવહાલા એને જોઈ જાય તો ? મનીષા વિશે એ લોકો શું ધારી બેસે ?


કાર બ્રેક મારીને ઊભી રહી. મનીષાની વિચારોની શૃંખલા તૂટી. શોફરે આવીને દરવાજો ખોલ્યો. એ બહાર નીકળી ત્યારે નજર ઝૂકાવીને ઊભેલો સોફર હકીકતમાં તો મનીષાના દેહ પર સરસરતી નજર દોડાવી રહ્યો હતો. અને કેમ ન દોડાવે ? મનીષાની વેશભૂષા જ કેટલી ઉત્તેજક હતી !
માનસીએ એની કોલેજના એન્યુઅલ ડે ના ‘પ્રોમ’માં માત્ર એક જ વાર, એની બહેનપણીઓના આગ્રહથી પહેરેલો આ પાર્ટી કોસ્ચ્યુમ, ભલભલી આઈટમ સોંગની ડાન્સરોને છક્કા ખવડાવી દે એવો હતો.


લાઈટ પિન્ક કલરનું ટોપ માનસીની સાઈઝનું હોવાને કારણે મનીષાના વક્ષસ્થળને વધારે પડતો ઊભાર મળી રહ્યો હતો. ખભા તો બન્ને ઉઘાડા જ હતાં. બાકી હોય તેમ ઉઘાડી પીઠ ગુલાબી રેશમી દોરીઓ વડે બંધાયેલી હતી. કમરને ચપોચપ બેસતા ટોપની નીચે માત્ર અડધી જાંઘ સુધીની એકદમ ફીટીંગ શાઈની શોર્ટસ હતી. એ શોર્ટસની ઉપર મીની સ્ટાઈલમાં અર્ધપારદર્શક સફેદ રંગનું પ્લીટસવાળું જે સ્કર્ટ હતું તેમાં પાતળી પ્લાસ્ટીકની દાંડીઓ એ રીતે મૂકવામાં આવેલી હતી જેથી સ્કર્ટ હંમેશા છત્રીની જેમ ખુલેલું જ રહે. એની પગની પંિડીઓ પર ગુલાબી રેશમી દોરીઓની ક્રીસ-ક્રોસ ગોઠવણી હાઈ હિલ્સના પિન્ક સેન્ડલ્સ સાથે જોડાયેલી હતી.

કારની બહાર નીકળીને બે ચાર ડગલાં ચાલતાં જ મનીષાને જાણે તમ્મર આવી ગયાં. એ ઊભી રહી ગઈ.
‘શું થયું ?’ માનસીએ પ્યોર વ્હાઈટ ટી શર્ટ અને કોર્ડઝનું ટ્રાઉઝર પહેર્યું હતું.
‘નર્વસ છું યાર..’ મનીષાએ માંડ માંડ જવાબ આપ્યો.
‘ડોન્ટ વરી, હું તારી સાથે છું ને ?’
‘ચલ એય,’ મનીષા એના અસલી રંગમાં આવી ગઈ. ‘તારી સેવિયર હું છું સમજીને ?’
‘હં...’ માનસી હસી. ‘એમ જરા ટણીથી વાત કરને ?’


મોટેભાગના ડિસ્કોથેકમાં હોય છે તેમ સ્ટુડિયો-નાઈન્ટીનનું પ્રવેશદ્વાર સાવ ગેરેજના દરવાજા જેવું હતું. આસપાસ મોંઘી મોંઘી કારો અને બાઈકો પાર્ક થયેલી હતી. માનસીએ ઇન્ટરનેટ વડે બુક થયેલી ઈ-એન્ટ્રન્સની કોપી બતાડીને મનીષાને અંદર દોરી. પ્રવેશતાં જ ચારેબાજુ ગાઢ અંધકાર હતો. એક ટનલ જેવા રસ્તામાંથી આગળ વધવાનું હતું. જેના બીજા છેડેથી અજવાળું દેખાઈ રહ્યું હતું. આટલા બધા દિવસોમાં પહેલી જ વાર માનસી મનીષાનો હાથ પકડીને આગળ ચાલી રહી હતી.

ટનલ પુરી થતાં જ કાચનો દરવાજો હતો. એની નજીક પહોંચતાં જ દરવાજાઓ એની મેળે બન્ને તરફ ખસી ગયા અત્યંત તીવ્ર અવાજે વાગતા ‘વેસ્ટર્ન મ્યુઝિક’ને નામે ઓળખાતાં કર્કશ ઘોઘાટનું એક પ્રચંડ મોજું મનીષાના કાનો પર અથડાયું. અવાજના આઘાતની કળ વળે ત્યાં એના નાકમાં સિગારેટ અને ચરસના ઘૂમાડાનું આક્રમણ થયું. મનીષાની આંખો ચચરવા લાગી. ગળામાં બળતરા થવા લાગી. બે ઘડી થયું કે ખાડામાં જાય એ ડિસ્કોથેક અને ખાડામાં જાય માનસીનું એરેન્જ મેરેજ !
પણ એ જ ક્ષણે એને એક જાણીતો અવાજ સંભળાયો, ‘હાય મનીષા !’


એ સુનીલ ઉર્ફે સમીર હતો. પહોળાં જડબાંવાળા સુનીલે બદન પર કાળી જાળીવાળું બનિયાન જેવું વસ્ત્ર પહેર્યું હતું. જેના કારણે એના સ્નાયુબદ્ધ બાવડાં ઊડીને આંખે વળગતા હતા. નીચે એણે ચળકાટવાળું ચપોચપ ટ્રાઉઝર પહેર્યું હતું. કાંડા ઉપર કંઈ જાતજાતની મેટલની માળાઓ બાંધી હતી અને ચહેરા પર જાડી ફ્રેમવાળા ગુલાબી કાચના ચશ્માની દાંડી પરથી એક ગોલ્ડન ચેઈન લટકતી હતી.
મનીષા સુનીલનું આ રૂપ જોતી જ રહી ગઈ ! ગમે તેમ હોય, આજે આ દેશી જુનવાણી એનઆરઆઈમાં કંઈક ઝમકદાર વાત હતી. બીજી તરફ સુનીલ તો માનસીનું દેહપ્રદર્શન જોઈને લગભગ સ્તબ્ધ જ થઈ ગયો હતો.


‘હાય માનસી, હું સુનીલ છું. સમીરનો દોસ્ત.’ સુનીલની બાજુમાં ઊભેલા બંધ ગળાનું ફૂલ સ્લીવ ડિસન્ટ લાઈટ ગ્રે ટી-શર્ટ અને કોઈ મોંઘી વિદેશી કંપનીનું ફેડેડ-જીન્સ પહેરેલા સોહામણા દેખાતા યુવાને હાથ લંબાવ્યા.

‘ઓહ, આઈ એમ માનસી એન્ડ શી ઈઝ માય ફ્રેન્ડ મનીષા ફ્રોમ ન્યુયોર્ક.’ મનીષાએ માનસીની ઓળખાણ કરાવી.

‘ન્યુયોર્ક ?’ સોહામણા યુવાનનું સ્મિત પણ એટલું જ આકર્ષક હતું. ‘આઈ એમ ફ્રોમ ટોરોન્ટો...’
બન્ને જણા એકબીજાના જેન્યુઈન ફોરેન ઉચ્ચાર ઓળખી જતાં જ સાથે જ વાતે વળગ્યા. ‘વોટ યુ ડુ ઈન ટોરોન્ટો અને વોટ યુ ડુ ઈન એનવાય...’ થી શરૂ થઈને એમની વાતો આગળ ચાલવા માંડી.
એવામાં સુનીલે મનીષાનો હાથ પકડીને કહ્યું, ‘કમ ઓન ! લેટ્‌સ ડાન્સ !’
મનીષા જરા અચકાઈને ઊભી રહી. મ્યુઝિક એકદમ ફાસ્ટ હતું. ડાન્સ ફલોર પર નાચનારીઓની જબરદસ્ત ભીડ હતી. સામેની તરફ બિયર-વ્હીસ્કી-વાઈન વગેરેનો બાર હતો...

‘કમ ઓન માનસી.’ માનસીએ મનીષાનો હાથ પકડ્યો. ‘લેટ્‌સ શેઈક અવર લેગ્સ !’
હવે માનસીની પાછળ મનીષાએ ખેંચાયા વિના છૂટકો નહોતો. સુનીલ તો ઓલરેડી આડાઈના મૂડમાં હતો એટલે એણે મનીષાના બે ખભા પકડીને રીતસર ડાન્સફલોરમાં ધકેલી દીધી.
‘ડોન્ટ પુશ મિ !’ મનીષાએ છણકો કર્યો.

‘કેમ ? લંડનના છોકરાઓ ડાન્સ માટે કંકુ-ચોખા લઈને નોતરાં મૂકવા આવે છે ? કે પછી ડાન્સ-બાન્સ જેવું કંઈ આવડતું જ નથી !’
‘તારા ઊંટ-ગધેડા જેવા સ્ટેપ્સ કરતાં તો સારું આવડે છે !’ મનીષાએ ચોપડાવી.
‘અચ્છા ? જરા જોઈએ તો ખરા ?’ સુનીલ જડથાની જેમ તેને ડાન્સ કરતા યુવાનોના ટોળામાં ખેંચી ગયો. અંદર પહોંચ્યા પછી મનીષા તો હજી કંઈક ઠીક-ઠાક નાચી રહી હતી પણ સુનીલ દર બે મીનીટે આજુબાજુના કોઈ સાથે ઇડિયટની જેમ ભિટકાઈ પડતો હતો.


ડાન્સ ફલોરની ઉપર તરફ જતાં પગથિયાં ચડીને સમીર-માનસી એ બન્ને જણાને જોતાં રહ્યાં. માનસીના ચહેરા પર હળવું હાસ્ય હતું. સમીર પણ સ્મિત કરી રહ્યો હતો.
‘ઇન્ટ્રસ્ટીંગ કપલ, નો ?’ સમીરે કહ્યું.


‘યાહ, બોથ ટિપીકલ એનઆરઆઈઝ...’ માનસીએ ટાપસી પૂરી.
‘ઈસ ધિસ સમ કાઈન્ડ ઓફ ટિપિકલ ઇન્ડિયન ટપોરી-ડિસ્કો ડાન્સ ?’ સમીરે કોમેન્ટ કરતા હોય એવા અંદાજમાં પૂછ્‌યું.


‘આઈ ડોન્ટ નો, આસ્ક યોર ગેંગસ્ટર ફ્રેડ !’ માનસીએ હસીને જવાબ આપ્યો.
‘હિ ઈઝ નોટ અ ગેન્ગસ્ટર !’ સમીર બોલ્યો. ‘એની વે, વુડ યુ કેર ફોર અ ડાન્સ ?’
‘નોટ રિયલી.’ માનસીએ બ્રિટીશ ઇંગ્લીશમાં જવાબ વાળ્યો. ‘હું ફાસ્ટ બિટ્‌સ પર ડાન્સ નથી કરી શકતી. અને સ્લો બિટ્‌સની અહીં આશા કરવી વ્યર્થ છે.’


‘મને પણ એમ જ લાગે છે. હકીકતમાં મને આ ઘૂમાડામાંથી તકલીફ થાય છે. આપણે બહાર જઈએ તો કેવું ? અહીં પાછળ ખુલ્લી લોન છે..’
‘રિયલી !’ માનસીનો ચહેરો ચમકી ઊઠ્યો.
બીજી જ ક્ષણે બન્ને એકબીજાનો હાથ પકડી ભીડમાંથી રસ્તો કરતા પાછળના ભાગે આવેલી લોન તરફ ચાલવા માંડ્યા.


આ તરફ મનીષા અને સુનીલ અડધો-પોણો કલાક નાચ્યા પછી થાક્યા. સુનીલ તો એના ઊંટ-કૂદકાઓ મારીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મનીષાએ લાગ જોઈને એને પૂછ્‌યું ઃ
‘યુ વાના ડ્રીન્ક ?’
‘હેં ?’ સુનીલે ઘોંઘાટમાં બરોબર સાંભળ્યું નહિ.
‘હું એમ કહું છું દેશી મુન્નાભાઈજી, કે તમે ડિસ્કોમાં તો બહુ સારા ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતા ઠેકડા માર્યા, હવે સોમરસનું પાન કરવાના ખરા ? કે પછી દારૂ-બારૂ પીતાં આવડતું જ નથી ?’
‘કોણે કહ્યું નથી આવડતું ?’ હકીકતમાં સુનીલની નર્વસનેસ દૂર કરવા માટે સમીરે એને અગાઉથી જ બે પેગ પીવડાવી રાખ્યા હતા. (એટલે જ આટલો બેફિકર થઈને કૂદકા મારતો હતો !)
‘તમે શું પીઓ છો ?’
‘બઘું જ !’ સુનીલે ફાંકો માર્યો.
‘તો ચાલો ?’ મનીષા એને બિયર-દારૂના બાર તરફ દોરી ગઈ. સુનીલે અહીં વ્હીસ્કીની આખી બોટલ જ ઓર્ડર કરી.
‘ફૂલ બોટલ ?’ મનીષા જાણે પ્રભાવિત થઈ ગઈ હોય યે રીતે બોલી.
‘અફ કોર્સ !’ સુનીલ ચગ્યો ‘મને તો સોડાની એ જરૂર પડતી નથી !’
‘વાઉ !’


મનીષાના ‘વાઉ’થી જાણે વાંદરાને નીસરણી મળી. સુનીલે ઢાંકણું ખોલીને સીધી બોટલ મોઢે માંડી. ઘટક ઘટક ચાર ધૂંટ ભર્યા પછી એનું મોં કડવું થઈ ગયું. છતાં એણે એક સ્માઈલ આપ્યા પછી બીજા ચાર ધૂંટ ભર્યા.
મ્યુઝિક ઓર તેજ થઈ ગયું હતું.


‘બસ ? આટલી જ પીવાઈ ?’ મનીષાએ જરાય ઇમ્પ્રેસ થયા વિના પૂછ્‌યું.
મનીષાની ચેલેન્જથી ઉશ્કેરાઈને સુનીલે બાકીની બોતલ મોઢે માંડી દીધી. બબ્બે ધૂંટડા કરતાં કરતાં સુનીલે ખરેખર આખી બોતલ પતાવી ગયો ! મનીષા અંદરખાને ખરેખર ગભરાઈ રહી હતી કે આ ડફોળને ક્યાંક કંઈ થઈ તો નહિ જાય ને ?


પણ સુનીલના પગ હજી સ્થિર હતા.
એણે મનીષાનો હાથ ખેંચ્યો. બન્ને ડાન્સ ફલોર પર ફરી ઉતર્યા. નવાઈ લાગે એવી વાત હતી પણ સુનીલ હવે ઊંટની જેમ કૂદકા મારવાને બદલે કંઈક સરખી રીતે ડાન્સ કરી રહ્યો હતો.
મનીષા પણ એનો સાથ આપતાં નાચી રહી હતી. મનીષાના મનમાં આ વખતે કંઈ બીજા જ વિચારો ચાલતા હતા. ‘જે હોય તે... દેશી જુનવાણી લાગતા આ ઓસ્ટ્રેલિયન એનઆરઆઈમાં દમ તો છે. આખેઆખી બોટલ પેટમાં ઉતારી ગયો છતાં મારો બેટો પથ્થરની જેમ સોલિડ ઊભો છે.’
સુનીલના મનમાં પણ કંઈક એવા જ વિચારો ચાલી રહ્યા હતા. ‘આ લંડનવાળી માનસી દેખાવે ભલે ઊઘાડી અને નફ્‌ફટ દેખાતી હોય પણ મારી બેટી છે બહુ જબરી ! બાકી એની જોડે એન્ગેજમેન્ટની વાત ચાલતી હોય જેની આગળ આવાં કપડાં પહેરીને આવી જગાએ આવીને આટલી નિખાલસતાથી વર્તવાની કઇ ઇન્ડિયન છોકરી હંિમત કરે ? અને એ જ્યારે જ્યારે મારા ભારતીયપણાને ચેલેન્જ કરે છે ત્યારે હકીકતમાં તો એ ઇન્ડિયન કલ્ચરને કેટલું ઊંડાણથી અને કોઈનાય પ્રભાવમાં આવ્યા વિના સમજી શકે છે એનો ખ્યાલ આવે છે... પણ યાર, હું આવા સિરીયસ સિરીયસ વિચારો શા માટે કરી રહ્યો છું....’
મગજમાં ચડેલી વિચારોની ચાકીની ઘૂનમાં સુનીલ યંત્રવત્‌ નાચી રહ્યો હતો. પણ એને ખબર નહોતી કે આખી બાટલી પેટમાં ગઈ એની અસર હવે ધીમે ધીમે થઈ રહી હતી.
ફલોર પર કોઈ ભૂવાની જેમ ઘૂણી રહેલો સુનીલ અચાનક બેલેન્સ ગુમાવીને ચત્તોપાટ પડ્યો !
આજુબાજુ હલચલ મચી ગઈ.


જોકે મનીષાએ જરાય સ્વસ્થતા ગુમાવ્યા વિના સુનીલના બન્ને હાથ પકડીને એને બેઠો કર્યો. સુનીલ સંપૂર્ણપણે સમતુલા ગુમાવી ચૂક્યો હતો. તેના આખા ઘડનું વજન મનીષાના ખભા પર હતું. મનીષા તેને ઘસડતી બાર તરફ લઈ જવા લાગી.

બાર બાજુથી ચાર-પાંચ યુવાનો આ તરફ આવી રહ્યા હતા. એમને ટીખળ સુઝી. એ લોકો પણ જાણે સખત પીધેલા હોય તેમ સામે ડાબે જમણે ડોલવા લાગ્યા !

મનીષા સુનીલને ડાબી બાજુ લઈ જાય તો પેલાઓ એ તરફ લૂડકે અને જમણી બાજુ લઈ જાય તો પેલાઓ ત્યાં રસ્તો આડો કરીને ઊભા રહે. છતાં મનીષા સુનીલને ખભા વડે ઘસડતી રહી. આખરે પેલી બાજુથી ચાર જુવાન અને આ બાજુથી સુનીલ-મનીષા સામસામા આવી ગયા. નટખટ યુવાનો ટક્કર
મારવાની અણી પર જ હતા ત્યાં સુનીલના પેટમાં આંચકી આવી !

મનીષા સમજી ગઈ. તેણે ઝડપથી બૂમ પાડી ‘મૂ...વ !’ પોતાના હાથ વડે સામેના યુવાનોને બાજુએ હડસેલ્યા ના હડસેલ્યા ત્યાં તો સુનીલના પેટમાંથી મોં વાટે જબરદસ્ત ઉલટીનો ફૂવારો છૂટ્યો !
‘ઓ... શ્શીટ !!’ ચારે બાજુ ઉદ્‌ગારો થયા.


નર્વસ મનીષા આજુબાજુ જોઈને બે ક્ષણ માટે ‘સોરી’ કહેવા થોભી ત્યાં તો સુનીલ તેની પક્કડમાંથી છૂટી ગયો અને જઈને ઊંધે માથે પોતાની જ ઉલટીમાં ઊંધે માથે પટકાયો.
‘ઓહ ગોડ...’ મનીષા બોલી ઊઠી. ‘આ તેં શું કર્યું સમીર ?’


સુનીલને પોતાની જ વોમિટમાં રગદોળાયેલો જોઈને ડિસ્કોથેકનું ક્રાઉડ તિરસ્કારની નજરે એમની તરફ જોઈ રહ્યું. બે ચાર જણાએ કોમેન્ટો કરી ઃ
‘મફતના એન્ટ્રી પાસ લઈને કોઈ મિડલ-ક્લાસિયા ધૂસી ગયા લાગે છે...’
‘દારૂ પણ મફતનો જ પીધો લાગે છે જાણે જીંદગીમાં કદી પીવા જ ના મળવાનો હોય...’
‘બ્લડી બેગર્સ...’


મનીષા આ કોમેન્ટોથી સમસમી ઊઠી. પણ સુનીલે જે દશા કરી હતી એમાં કંઈ બોલાય એવું હતું જ નહિ. તેણે જેમતેમ કરીને સુનીલને બેઠો કરતાં આજુબાજુના વેઈટરોને વિનંતી કરી. ‘વુડ યુ પ્લીઝ, ક્લીન ધીસ ? આઈ એમ સો સોરી...’
બિચારા વેઈટરોને તો એમની નોકરી કરવાની હોય. એ કામે લાગ્યા. પણ હવે આ ઉલટીથી રગદોળાયેલાં કપડાંનું શું કરવું ?

મનીષાએ તરત નિર્ણય લીધો. તેણે સુનીલના બન્ને ખભા નીચે પોતાના હાથ ભરાવીને ખેંચવા માંડ્યો. આગળ જતાં કોઈને પૂછ્‌યું, ‘વ્હેર ઈઝ ધ વૉશ રૂમ ?’

જે દિશા બતાડી તે તરફ મનીષા સુનીલને રીતસર ઢસડીને લઈ ગઈ. ‘મેન્સ ટોઈલેટ’નો દરવાજો પોતાની પીઠ વડે ધકેલતાં મનીષા સુનીલને સીધી એક લેવેટોરીમાં લઈ ગઈ. અહીં સૌથી પહેલાં તો ‘પૂંઠ’ ધોવાની પાઈપ વડે સુનીલના આખા શરીર પર ફૂવારો ચલાવીને વોમિટ ધોવા માંડી. નીચે પહેરેલું ચળકતું પ્લાસ્ટિક ટાઈપનું ટ્રાઉઝર લીસ્સું હતું એટલે એના પરથી તો ગંદકી ઝડપથી દૂર થઈ ગઈ પરંતુ જાળીવાળા બનિયાન ટાઈપના વસ્ત્રમાં હજી ઉલટીના થપેડા ફસાયેલા હતા.
મનીષાએ તરત જ નિર્ણય લઈને સુનીલનું જાળીદાર બ્લેક બનિયાન પોતે જ ઉતારી નાંખ્યું પછી એની પીઠ પર, છાતી પર, પેટ પર, ખભા, ગરદન, વાળ... જ્યાં પણ ઉલટીના અવશેષો હતા તે બઘું ધોવા માંડ્યું.


સુનીલ આ દરમિયાન લગભગ બેહોશીમાં જ હતો. પાણીના ફૂવારાને કારણે મનીષા પણ લગભગ આખી પલળી ચૂકી હતી. સુનીલનું શરીર સાફ થઈ ચૂક્યું હતું પણ હવે એને લૂછવું શેનાથી ?
ટોઈલેટ સિન્ક પાસે કોઈ ટુવાલ હશે એમ વિચારીને મનીષાએ જ્યાં બારણાની બહાર નજર કરી ત્યાં પેલા ચારેય જુવાન તદ્દન લોલૂપ નજરે એની તરફ જોઈ રહ્યા હતા.
એક જણ હોઠ પર જીભ ફેરવતો બોલ્યો, ‘હાય બેબી, આઈ ઓલ્સો નીડ અ બાથ.’
‘હા જીગર ! મને પણ ‘બાથ’માં લે ને ?’ બીજાએ ગુજરાતીમાં શ્વ્લેષ કર્યો.
ત્રીજાએ આગળ વધીને પોતાનું ટી-શર્ટ કાઢવા માંડ્યું. ‘ડિયર, હાઉ અબાઉટ અ ટ્‌વીન બાથ ?’
ચોથાએ આગળ આવીને મનીષાને પકડી લીધી. ‘કમ ઓન ડાર્લંિગ, મુઝે ભી ઉલટી હોનેવાલી હૈ !’
થોડી જ ક્ષણોમાં એ ચારે જણા મનીષાને ઘેરી વળ્યા. મનીષા બે ક્ષણ માટે ઘુ્રજી ગઈ. એ હજી કંઈ સમજે વિચારે એ પહેલાં યુવાનોના આઠ હાથ એની આસપાસ વીંટળાઈ ચૂક્યા હતા. અચાનક આવા આક્રમણથી મનીષા એટલી બધી ગભરાઈ ગઈ હતી કે એના ગળામાંથી ચીસ પણ ના નીકળી શકી.
પરંતુ બે ક્ષણ પછી એક યુવાન લથડીયું ખાઈને એના પગ પાસે ઢળી પડ્યો. બીજી જ ક્ષણે એની બાજુનો યુવાન એક ચીસ સાથે દૂર ફંગોળાયો. ત્રીજી ક્ષણે મનીષાએ જોયું કે સુનિલના સ્નાયુબદ્ધ બાવડામાં બાકીના બે યુવાનોની ગરદનો હતી અને ચોથી ક્ષણે એમના પેટમાં સુનીલની લાતો પડી ચૂકી હતી...


આસપાસ પડીને કરાંજી રહેલા યુવાનોમાંથી એક બે જણા ઊભા થાય એ પહેલાં બહારથી બે ઊંચા કદાવર પહેલવાનો જેવા ‘બાઉન્સરો’ આવી પહોંચ્યા.
‘વોટ્‌સ ધ ટ્રબલ હિયર ?’ એક બોલ્યો.
‘ટ્રબલ ઈઝ ઓન ધ ફલોર !’ મનીષાએ રોકડું પરખાવતાં કહ્યું. ‘નાવ વિલ યુ એક્સક્યુઝ અસ ?’
‘મેડમ, આપ દોનોં કો ભી યે ડિસ્કોથેક સે બાહર જાના પડેગા.’


‘યહાં રૂકના ભી કૌન ચાહતા હૈ ?’ સુનીલે પોતાનું ભીનું જાળીદાર બનિયાન ખભા પર નાંખતાં મનીષાનો હાથ પકડ્યો, ‘કમ, લેટ્‌સ ગો...’
બન્ને અંધારામાં માર્ગ શોધતા ડિસ્કોથેકની પાછળના ભાગે આવેલી લોનમાં નીકળ્યા. મનીષા હજી ગુસ્સાથી ઘૂ્રજી રહી હતી. સુનીલના ચહેરા પર ગજબની ઠંડક હતી.
મનીષા એ લોનમાં ગોઠવેલા એક બાંકડા પર પડતું મુકતાં કહ્યું, ‘આ બઘું જ પેલી માનસીને કારણે થયું છે !’
‘માનસી નહિ, પેલો સમીર !’ સુનીલથી બોલાઈ ગયું. પછી બન્ને એકબીજા સામે જોઈ રહ્યા.
‘યુ મિન... તું સમીર નથી ?’
‘એ છોડ, તું માનસી નથી ?’

‘અફ કોર્સ નોટ !’ મનીષા હસવા લાગી. ‘એ ઇડિયટ છોકરીમાં કંઈ અક્કલ જ નથી. મને કહે છે કે બસ, મારે એરેન્જ મેરેજ નથી કરવું. એટલે એની જગાએ હું ધૂસી ગઈ.’
‘અરે, સેઈમ સ્ટોરી હિયર ઓલ્સો !’ સુનીલ હસવા લાગ્યો. ‘મારો ગધેડા નંબર વન જેવો દોસ્ત સમીરનો પણ એ જ પ્રોબ્લેમ છે. પણ તને એક વાત કરું ? તારી માનસી એક નંબરની મુરખ છે.’
‘કેમ ?’

‘કેમ શું ?’ સુનીલે કહ્યું. ‘અરે, સમીર જેવો સંસ્કારી જવાબદાર અને ડિસન્ટ છોકરો એને આખી દુનિયામાં નહિ મળે.’
‘સેઈમ હિયર !’ માનસી બોલી ઊઠી, ‘તારો સમીર પણ મુરખાઓનો સરદાર છે કારણ કે માનસી જેવી ભોળી, નિર્દોષ અને પ્રેમાળ છોકરી એને દુનિયામાં તો શું, આખા બ્રહ્માંડમાં નહિ મળે !’
‘મળી ગઈ છે !’ પાછળથી એક અવાજ આવ્યો. મનીષા અને સુનીલે જોયું તો સમીર અને માનસી ખડખડાટ હસતાં ઊભા હતા.

‘મનીઈઈઈ...’ માનસી દોડીને મનીષાને બાઝી પડી. ‘સમીર ઈઝ સો નાઈસ... સો નાઈસ... સો નાઈસ...’
‘કયા સમીરની વાત કરે છે તું ?’ મનીષાએ બનાવટી ગંભીરતાથી પૂછ્‌યું. ‘આ ડબલ જડબાવાળા દેશીની ?’

સુનીલ નિખાલસપણે હસવા લાગ્યો ‘‘મનીષા, ભૂલ આપણી જ હતી. બનાવટી આઘુનિકતાનો ઢોંગ કરવા જતાં આપણે આપણી જાતને કાર્ટૂન બનાવી બેઠાં. બાકી, હું તો ઇન્ડિયા છોડીને ક્યાંય જવાનો જ નથી.’’
‘‘સેઇમ હિયર. હું પણ ઇન્ડિયાની તમામ ઇન્ડિયનનેસને ચાહું છું.’’
‘પણ સાચું કહેજે મની, તને આ દેશી ગમે છે ને !’ માનસીએ મનીષાને કોણી મારી.
ચારેયનાં અટ્ટહાસ્યો ગુંજી ઊઠ્યાં.
***


મહિના પછી જ્યારે માનસીના લગ્ન વખતે એના હાથમાં મનીષા મહેંદી મુકી રહી હતી ત્યારે સમીરનો ફોન આવ્યો ઃ

‘હલો માનસી, તારો દોસ્ત સુનીલ કહે છે કે મનીષાને જરા પૂછી જો ને, ભારતીય પંચાંગ શાસ્ત્ર મુજબ નજીકના દિવસોમાં કોઈ સારું સગાઈનું મુહૂર્ત છે કે નહિ !’

અજગરનું પ્રચંડ આક્રમણ!

મનઝરૂખો

અમેરીકાના એચ. જે. એન્ગલર્ટના જીવનમાં ધીરે ધીરે બિમારીઓ દેખા દેવા લાગી. એનું બ્લડપ્રેશર વધી ગયું. ચિંતાના બોજથી ચિત્ત ઘેરાઇ ગયું. સતત પોતાના નબળાં પડતાં જતાં સ્વાસ્થ્ય વિશે ચિંતાતુર એચ. જે. એન્ગલર્ટ ડૉકટરની પાસે ગયા ત્યારે ડૉકટરોએ પણ એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી, તો થોડા સમયમાં મૃત્યુ પણ આવી શકે.
એચ. જે. એન્ગલર્ટ ઘેર આવ્યા. એમણે એમની વીમાની પોલીસી જોઇ તો ખ્યાલ આવ્યો કે બધા હપ્તા ભરાઇ ગયા છે. એમને મનમાં થોડી નિરાંત થઇ. એ પછી ચર્ચમાં ગયા. એકલા બેઠા અને ઈશ્વર પાસે પોતાના ભૂલોની ક્ષમા માગવા લાગ્યા. ક્ષમા માગવા જતા અને ભૂલો શોધવા જતાં પોતાની પાછલી જિંદગીનો આખોય ચિતાર ખડો થયો. વળી એમાંથી ખ્યાલ આવ્યો કે એમણે ભૂતકાળમાં કેટલા લોકોને દુઃખી કર્યા છે. પોતાની પત્ની અને કુટુંબની કેવી અવગણના કરી છે. આ વિચારોથી એચ. જે. એન્ગલર્ટમાં હતાશા આવી. આમ ને આમ એકાદ અઠવાડિયું પસાર થઇ ગયું.

વળી વિચાર આવ્યો કે હજી એકાદ વર્ષ તો જીવવાનું છે તો પછી મારે શા માટે ખુશ રહેવાનો પ્રયત્ન ન કરવો. એણે નક્કી કર્યું કે હવે આનંદભેર જીવવું છે અને સહુને આનંદ આપવો છે. બસ, પછી તો છાતી ટટ્ટાર કરી, ચહેરા પર હાસ્ય છલકાવીને એન્ગલર્ટ જીવવા લાગ્યા. ધીરે ધીરે એમનો માનસિક અભિગમ બદલાઇ ગયો. 'થોડા જ સમયમાં મૃત્યુ પામશે' એમ વિચારનારા એન્ગલર્ટ હવે એમ વિચારવા લાગ્યા કે હું મારી જિંદગી કેટલી મોજથી પસાર કરું છું.


એ પછી બે વર્ષ બાદ એન્ગલર્ટ વિચારતા હતા કે જો મેં મારા વિચારો અને વલણો ન બદલ્યા હોત, તો આજે હું કબરમાં સૂતો હોત.


માણસને કોઇ વિચિત્ર શોખની લગની લાગે અને તેને પરિણામે એ પર્યાવરણ, અર્થતંત્ર, પ્રાણીસૃષ્ટિ અને માનવવ્યવહારને કેટલું ઘોર નુકસાન પહોંચાડે છે, તે જાણવું હોય તો અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં થયેલા અજગર અને સાપના આતંક પરથી જાણી શકાય.

વાત તો સાવ નાની હતી કે વર્ષો પહેલાં ક્યુબાથી ફ્લોરિડા આવતા માલવાહક જહાજમાં દેડકાઓ અને બીજા નાનાં-નાનાં પ્રાણીઓને નિમંત્રણ આપીને ફ્લોરિડા વસવાટ માટે બોલાવવામાં આવતા હતા. આજથી ચાલીસેક વર્ષ પહેલાં ફ્લોરિડાના લોકોને એક નવો શોખ જાગ્યો અને તે ભયાનક અજગર અને બિહામણા સાપ ઘરમાં પાળવાનો. પછી તો મોટા મોટા સાપ અને અજગર દેશ-વિદેશથી આયાત થવા લાગ્યા અને ફ્લોરિડાના લોકો ઘરમાં એમને પાળવા લાગ્યા. આમ કરતાં કરતાં આજે ૧૩૭ જેટલી પાણી અને જમીન પર ચાલનારી કે પેટથી ચાલનારી અજગર અને સાપ જેવી જાતિઓ ફ્લોરિડામાં આવી ગઇ છે.

પહેલાં તો લોકો ઘરમાં વિકરાળ અજગર અને લટકતો સાપ રાખીને પોતાના 'પ્રાણીપ્રેમ'નો રૃઆબ છાંટતા હતા, જેટલો લાંબો અજગર એટલી વધુ સામાજિક પ્રતિષ્ઠા. પરંતુ છેલ્લાં કેટલાક સમયમાં ગટરમાંથી નીકળેલા અજગરોએ નાનાં બાળકોને ગંભીર ઈજાને પહોંચાડી અને હવે તો રસ્તા પર લટાર મારવા નીકળેલો અજગર કે સાપ વારંવાર વાહન વ્યવહારને થંભાવી દે છે. આ અજગરની આયાતને પરિણામે આજે ફ્લોરિડામાં જે પશુપક્ષીઓની જાતિ વસે છે, તેમાંની ૮૪ ટકા જાતિ વિદેશી છે.

ક્યારેક તો એમ લાગે કે કોઇ પાગલ માનવીએ અહીં દુનિયાભરના જાતજાતનાં અજગર અને સાપ ઠાલવી દીધા છે. આવા અજગર અને સાપ પહેલાં તો પાકનો નાશ કરતા જંતુઓ સામે રક્ષણ આપતા જણાયા, પરંતુ હવે મોટા અજગરો નાનાં બાળકો અને મોટા મગરોને ઓહિયાં કરી જવા લાગ્યાં છે. તેને પરિણામે એકાએક જાગેલા સરકારી તંત્રએ મોટી જાતના સાપોની આયાત પર નિયંત્રણ મૂક્યું છે. આનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને કહ્યું કે અમે તો આવા લાંબા સાપ વર્ષોથી પાળીએ છીએ. અમારા ઘરના સન્માનનીય સભ્ય છે. આ તો અમારા અંગત જીવન પર દખલ ગણાય. આથી સરકારી તંત્રોએ એટલી છૂટછાટ આપી કે ૨૦૧૦ની પહેલી જુલાઇ પહેલાં જેમણે આવા લાંબા અને મોટા સાપ કે અજગર પાળ્યા હોય, એમને એ રાખવાની પરવાનગી આપવામાં આવી, પરંતુ એની સાથે બે શરત કરવામાં આવી. એક તો એમણે દર વર્ષે એકસો ડોલર ભરીને એના પરમિટ મેળવવી તેમજ એ પ્રાણીમાં માઇક્રો-ચીપ મૂકવી, જેથી એની ગતિવિધિ જાણી શકાય.

જગરોનું આ આક્રમણ સતત વધતું ગયું અને એનું પરિણામ એવું આવ્યું કે અત્યંત ખતરનાક એવા બર્માના અજગર સામે ફ્લોરિડામાં હવે પ્રવેશબંધી ફરમાવવામાં આવી. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ આફ્રિકાના તેમજ ભારતના અજગરો તેમજ પીળાં સાપ પર પણ આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો, પરંતુ તે દરમિયાન તો વિદેશમાંથી ઘણાં અજગર અને સાપ અહીં લાવવામાં આવ્યા હતા. એમાં પણ બર્માના અજગરે તો એવો પગદંડો જમાવ્યો છે કે એને કારણે ફ્લોરિડાના દક્ષિણે આવેલા પાણીથી છલોછલ ઍવરગ્લેડ્ઝ વિસ્તારની શી હાલત થશે, એ હજી કોઇને સમજાતું નથી.

બર્માનો અજગર એ અત્યંત આક્રમક અજગર ગણાય છે અને એ પોતાની આસપાસના વિસ્તારમાં પ્રાણીનાશ વેરનારો મનાય છે. આ અજગર પક્ષી, મોટું હરણું, મગર અને બીજા મોટી કાયાવાળાઓનો શિકાર કરે છે. એની વસતી ભયજનક રીતે વધી રહી છે. વળી આ અજગર અને સાપને માટે ફ્લોરિડા રાજ્યમાં વસવાની એટલી બધી પર્યાવરણીય અનુકૂળતા છે કે એ ગમે ત્યાં જઇ શકે અને તેથી એમને માટે જીવવાની દ્રષ્ટિએ કોઇપણ વિસ્તાર પ્રતિબંધિત નથી. પરિણામે ઍવરગ્લેડ વિસ્તારમાંથી ૯૦ ટકા જેટલાં નાનાં પક્ષીઓ, જંતુઓ અને ઉંદરો નષ્ટ થઇ ગયા છે.
છેલ્લા બે દાયકાથી ફ્લોરિડામાં અજગર વિષેના અભ્યાસો ચાલી રહ્યા છે, પરંતુ ફ્લોરિડાના નેચરલ હીસ્ટ્રી મ્યુઝિયમના સિનિયર બાયોલોજિકલ સાયન્ટિસ્ટ કેનથ ક્યાસ્કો તો એમ કહે છે કે આનો અભ્યાસ કરવાને બદલે એમને પકડો અને હટાવી દો. નહીં તો અભ્યાસ કરવામાં એટલો સમય વીતી જશે કે અજગરોનો આતંક વધી ગયો હશે.


સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે અજગરોના અભૂતપૂર્વ વસતી વધારાને પરિણામે આ વિસ્તાર પરના માનવજીવનને અને પર્યાવરણને ભવિષ્યમાં કેવું નુકસાન થશે એનો કોઇ અંદાજ નથી. ફ્લોરિડાની ઘણી કંપનીઓ હજી આ આયાતો કરતી રહે છે અને જો આમ જ બહારથી અજગર અને સાપની આયાત થતી રહેશે, તો એક સમય એવો આવશે કે એના પર માનવીનો કોઇ કાબૂ નહીં રહે. આર્થિક અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવાની સાથોસાથ માનવીય સ્વાસ્થ્યને પણ માઠી અસર થશે. વળી બહારથી લાવેલા આ અજગરો અને સર્પોએ ફ્લોરિડાની પ્રાકૃતિક જીવસૃષ્ટિ પર કુઠારાઘાત કર્યો છે.

દોઢસો જેટલી જાતિઓએ વિદેશથી અહીં પ્રવેશ કર્યો છે, એમાં પાંચ પ્રકારના સાપ, ૪૩ જાતની ગરોળીઓ, ત્રણ પ્રકારના દેડકાઓ, અમેરિકન મગરના વંશજો અને અજગરો છે. અજગરો જેટલું જ નુકસાન ખૂબ ઝડપથી અને ખૂબ દૂર સુધી જઇ શિકાર કરતી ગરોળીઓ પણ કરે છે. બાયોલોજીસ્ટો તો એમ કહે છે કે બહારથી લાવવામાં આવેલું કોઇ પણ પશુ કે પ્રાણી એ મૂળ ભૂમિના પર્યાવરણને દૂષિત કરે છે.

અજગરના આ આક્રમણમાંથી બચવા માટે ફ્લોરિડાના કેટલાક ભેજાબાજ લોકોએ નવો નુસ્ખો શરૃ કર્યો. 'મધર્સ ડે' અને 'ફાધર્સ ડે'માં માનનારી આ પ્રજાએ એક નવો 'ડે' શરૃ કર્યો 'પેટ એમ્નેસ્ટી ડે' - આ દિવસે તેઓ પોતાના પ્રાણીને મુક્ત કરીને સરકારી તંત્રને હવાલે કરતા હોય છે. પરંતુ આ વિષયના અભ્યાસી અને વાઇલ્ડલાઇફ ઇકોલોજી વિભાગના સહાયક અધ્યાપક ફ્રેન્ક માઝોટીના કહેવા મુજબ તો ફ્લોરિડાના એટલા બધા અજગર વધી ગયા છે અને એમના આતંકની કલ્પના કરવી મુશ્કેલ બની છે, તેથી હવે એક દિવસ નહીં, પણ આખું વર્ષ 'અજગર ક્ષમા-મુક્તિ દિવસ' ઉજવવો પડશે.

આવી આયાતી જીવસૃષ્ટિને પરિણામે રહેવાસીઓ અને વિજ્ઞાાનીઓને પણ નવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. લોકોને તો જે અજગર કે સાપ મળે તે પાળવાનો શોખ હોય છે, પરંતુ તેઓ એ સ્વદેશી છે કે પરદેશી છે તેનો વિચાર કરતા નથી. આવી પરદેશી જાતિ પરથી થતાં સંશોધનો વિજ્ઞાાનીઓને માટે મૂંઝવણરૃપ બને છે. માનવીનો વિચિત્ર શોખ પ્રાણીઓ પર તો બળાત્કાર કરનારો બને છે, પરંતુ ખુદ એના જીવન પર પણ આઘાત આપનાર બને છે.
ક્ષણનો સાક્ષાત્કાર
સરકારી કચેરીમાં કોઇ અધિકારીને મળવા જાવ, સ્કૂલ-કૉલેજમાં આચાર્યને મળવા જાય અથવા તો કોઇ દુકાને ખરીદી કરવા માટે દુકાનદાર પાસે જાવ, ત્યારે પહેલી નજર એના ચહેરા પર પડશે. કેટલાક માણસો લમણે હાથ દઇને, નિસ્તેજ આંખો સાથે, ચહેરા પર નિરાશા લીંપીને બેઠા હોય છે. એમનો અવાજ ધીમો પડી ગયો હોય છે અને એમનાં વાક્યોની વચ્ચે વચ્ચે તમને નિઃસાસા સંભળાતા હશે. કોઇને મળવા માટે એના કાર્યાલય કે એને ઘેર જાવ, ત્યારે એના આવકારના શબ્દોનો વિચાર કરજો. કેટલીક વ્યક્તિઓને તો આવકારનો શબ્દ બોલતાં પેટમાં દુઃખાવો થતો હોય છે એટલે માત્ર તમારા આગમન સમયે ઉદાસીન આંખ સહેજ ઊંચી કરીને જોશે. આવનારના સત્કારની તો કોઇ વાત જ હોતી નથી. આવે સ્થળેથી તરત વિદાય લેવાની ઈચ્છા થાય.

બીજી બાજુ તમે કોઇ સરકારી અધિકારી, શિક્ષક કે દુકાનદારને મળવા જાવ અને એ ઉત્સાહથી હૂંફાળો આવકાર આપે, ત્યારે ભિન્ન અનુભવ થશે. એના હાથમાં એક પ્રકારની ગતિ હશે અને આંખમાં ઝલકતી આશા હશે. આવી વ્યક્તિની સાથે બેસીને વાત કરવાની કે આનંદ પામવાની ઈચ્છા થાય. કારણ એટલું જ કે એ વ્યક્તિને એના કામ સાથે પ્રેમ છે અને એના કાર્યશીલ આનંદનું એના જીવનમાં રૃપાંતર થયેલું છે. જેને પોતાના કામમાં રસ નથી એની પાસેથી તમને એવો ભાવ મળશે કે 'શું થાય? આ કામ કરવું પડે છે?' જ્યારે બીજી વ્યક્તિ એમ કહેશે કે, 'ચાલો, હવે આ કામ કરીએ.'


એકને માટે કામ, ધંધો કે વ્યવસાય અકળામણ છે, તો બીજાને માટે નિરતિશય આનંદ છે. કામ પ્રત્યેના વ્યક્તિના અભિગમની પારાશીશી એ છે કે જ્યારે એ કામ કરીને ઊઠે, ત્યારે એ 'હાશ' બોલે છે કે 'વાહ'!

Thursday, 8 November 2012

હા, હું તને પણ પ્રેમ કરું છું... જીવનભર કરતો રહીશ!?

- તમે કોઈ વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં હો અને તેને બિનશરતી પ્રેમ આપતા હો એ રીતે તમારી જાતને ચાહવાનું તમે આજથી જ શરૃ કરો. પ્રેમ કરતાં હોઈએ તેને શ્રેષ્ઠતમ આપવું જોઈએ. શું હું મારી જાતને શ્રેષ્ઠતમ આપું છું કે પછી મારા વ્યસ્ત દિવસ પછીનો વધ્યો ઘટયો સમય? કોઈને પ્રેમ કરવો એટલે એના સુખની મનોકામના રાખવી તમારી જાતની સુખાકારી માટે તમે કેટલી પ્રબળ ઈચ્છા રાખો છો?

''બીજાઓને સહન કરો અને તેમના માટે ભોગ આપો.'' આ પ્રકારના શહાદતના સિધ્ધાંતનો જમાનો આથમી રહ્યો છે.

આધુનિક જમાનામાં નવું સૂત્ર આવ્યું છે, ''લવ અવર સેલ્ફ'' - ''આપણી જાતને ચાહો.''
જો આપણે સમગ્ર માનવજાતને ચાહવા માંગતા હોઈએ તો સૌપ્રથમ માનવતાના એકમ સમી આપણી જાતને ચાહવી જોઈએ. જે માણસ પોતાને માન નથી આપતો એ બીજાને પ્રેમ નહિ આપી શકે. માણસે સૌપ્રથમ પોતાની જાતને બુધ્ધિપૂર્વક અને હૃદયપૂર્વક સમજવી પડે.

''મારી જાતને ચાહવા'' આ પાઠ હું ઘણા વર્ષોથી શીખી રહ્યો છું. અને મને લાગે છે કે હું એમાં સફળ રહ્યો છું. હું મારી જાતને ચાહતા શીખી ગયો છું. પરંતુ કોઈને ચાહવું એટલે શું? એની વ્યાખ્યા પરથી મારી જાતને ચાહવાનું માપ મેં કાઢ્યું ત્યારે મને સમજાયું કે હજી તો હું સપાટીને જ ફંફોસ્યા કરું છું.

કોઈને પ્રેમ કરવો એટલે એના સુખની મનોકામના કરવી. શું હું મારા પોતાના સુખની ઈચ્છા રાખું છું? પ્રથમ દ્રષ્ટિએ તો પ્રત્યેક જણ એમ જ કહે કે હું મારા માટે દુઃખની કલ્પના ક્યારેય ન કરું. પરંતુ, વાસ્તવમાં આ કેટલું સાચું છે? નીચે કેટલાક પ્રશ્નો છે તેના પ્રમાણિકપણે જવાબ આપીને તમારી જાતની સુખાકારી માટે તમે કેટલી પ્રબળ ઈચ્છા ધરાવો છો તેનું માપ કાઢો.

* શું હું સતત કામ કરતો રહું છું? કામ... કામ... અને કામે મને જીવંત વ્યક્તિને બદલે વસ્તુ બનાવી મૂક્યો છે?
* મને હાનિકર્તા તથા હતાશાની ગર્તામાં ધકેલે એવી પરિસ્થિતિમાં ઢસરડા કર્યા કરવાનું હું પસંદ કરું છું?
* શું હું મારી પોતાની ઘરેડ, નિયંત્રણઓ અને મર્યાદાઓમાંથી મારી જાતને મુક્તિ આપવા માગું છું?
* વર્તમાનની સુરક્ષિત જગ્યાએથી વિપુલ આનંદ આપે એવી અજાણી જગ્યાએ જતાં મને ડર લાગે છે?
* મારી જાતની સુખાકારી માટે જોખમો ઉઠાવવા હું તૈયાર છું?
આપણે જેને પ્રેમ કરીએ છીએ તેને આપણાથી બને તે શ્રેષ્ઠતમ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જો હું મારી જાતને ચાહતો હોઉં તો શા માટે...

* હું મારી જાતને ઉત્તમ ખોરાક નથી આપતો?
* હું મારી જાતની પ્રેમપૂર્વક સંભાળ નથી લેતો?
શા માટે હું મારું કામ, મારી ડેડલાઈન, મિત્રો, બિલ્સ, સામાજિક જવાબદારીઓ, પત્ની, સંતાન વગેરેને મારી જાત કરતાં વધારે અગ્રતાક્રમ આપું છું?
જો હું મારી જાતને ચાહતો હોઉં તો મને લાભકારક વસ્તુઓ માટે હું બીજા બધાને બાજુએ મૂકી શકું.
* શું હું નિયમિત ચાલવા માટે સમય કાઢું છું?
* પૌષ્ટિક આહાર લેવાની કાળજી રાખું છું?
* મિત્રો સાથે આનંદદાયક ચર્ચા અને મારા મનોરંજન માટે સમય કાઢું છું?
* મારી પાસે જે છે એમાંથી શ્રેષ્ઠતમ હું મારી જાતને આપવાની કોશિષ કરું છું કે પછી મારા વ્યસ્ત દિવસ પછીનો વધ્યો ઘટયો સમય હું મારી જાતને આપું છું?
* મારી અત્યારની જીવનશૈલીને જાત પ્રત્યેનો પ્રેમ કહેવાય? શું આનું નામ જાતને ચાહવું?
આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની ભૂલ, અણઆવડત, મર્યાદા, અધુરપ વગેરેનો સ્વીકાર કરી એ વ્યક્તિ આપણી જિંદગીમાં આવી એને જ આપણું સદ્ભાગ્ય સમજીએ છીએ.
* શું આપણે પરફેક્ટ ન હોઈએ તો પણ આપણે આપણી જાતનો સ્વીકાર કરીએ છીએ? શાબાશી આપીએ છીએ?
* ''શું આપણે ભૂલ કરીએ તો કશો વાંધો નહિ, એ તો ભૂલ થાય...'' એવું વલણ દાખવીએ છીએ?
ઉપરના પ્રશ્નોના પ્રામાણિક જવાબો આપવાથી મને લાગે છે કે હું મારી જાતને ચાહું છું એવું વિધાન કરવા હું શક્તિમાન નથી.

હું મારી જાતને ચાહવાના ધ્યેયની દિશામાં નક્કર પગલાં ભરવાનું આજથી જ શરૃ કરું છું.
કલ્પના કરો કે તમે તમારી જાતના પ્રેમમાં છો. તમારા આ સ્વપ્ન પ્રેમીને તમારા પ્રેમની ખાતરી કરાવવા તમે શું આપશો?

પુષ્પ ગુચ્છ, ભેટ સોગાદ, પિક્ચર કે નાટકની ટિકીટ, અઠવાડિયાની મધ્યમાં એક રજા અથવા તો ફોન કે કોઈપણ પ્રકારની જવાબદારીથી દૂર વીક એન્ડ?

તમારી જાતને ઉપરનામાંથી કંઈક અથવા બધું આપતા રહો. તમારી જાત સાથે પ્રેમપૂર્વક વર્તન કરવાનું ચાલુ રાખો. સેલ્ફ લવના રોમાન્સનો આનંદ માણો!

તમારૃં બધું જ કામ પુરું થઈ જાય અને તમે થાકીને લોથપોથ થઈ જાવ એ પહેલા તમે જાણે તમારી
જાતને બિનશરતી ચાહતા હો એવો અભિનય તો આજથી જ કરવા માંડો.

તમે કોઈ વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં હો અને તેને બિનશરતી પ્રેમ આપતા હો એ રીતે તમારી જાતને ચાહવાનું તમે આજથી જ શરૃ કરો.
દુનિયામાં તમે જે વ્યક્તિને સૌથી વિશેષ ચાહતા હો તેને તમે શું આપશો? એ વ્યક્તિને તમારી પાસેથી શું મેળવવું ગમશે? યાદ રાખો તમે તમારી જાતને ચાહો છો ત્યારે આપવાનું પણ તમારે છે અને શું લેવું છે એની પસંદગી પણ તમારી છે. તમારા પ્રેમીને શું જોઈએ છે તેની ધારણા તમારે કરવાની નથી. તમે જાણો જ છો તમારે તમારી પાસેથી શું જોઈએ છે. ભીતરમાં ડોકીયું કરો અને તમારી જાતને પૂછી લો, ''બોલ ડીયર... શું જોઈએ છે? જે જોઈએ તે ઉપહાર આપવા તૈયાર છું.''

વ્યક્તિત્વ વિકાસની દિશામાં, સફળતાની દિશામાં જીવન વિજેતા બનવાની દિશામાં, તનાવમુક્તિની દિશામાં કૂચ કરવી હોય તો આ મહત્ત્વના સિધ્ધાંતને સમજી લો. હું જેવી છું એવી મારી જાતનો સ્વિકાર કરું છું, મારી જાતને ચાહું છું.

આધુનિક કેરિયર સ્ટ્રેસ, ટાઈમ રેસમાં આપણે આપણી જાતથી અજાણ્યા થઈ ગયા છીએ. અમેરિકન કવિ ડેરેક વૉલ્કોટે તેની કવિતામાં કહ્યું છે...
એક દિવસ મારે ઘેર એક અજાણ્યો માણસ આવ્યો. આ અજાણ્યો માણસ એટલે બીજું કોઈ જ નહિ પણ આ દુનિયાદારીમાં ખોવાયેલી આપણી પોતાની જ જાત. આવો માણસ આપણે બારણે પરોણો થઈને આવે તો એને ટાળવો ન જોઈએ, પંપાળવો જોઈએ. એ આપણને ઢંઢોળવા આવ્યો છે. એનો આદર સત્કાર કરવો જોઈએ, પાસે બેસાડવો જોઈએ. ખોવાયેલી આપણી જાતનો સ્વિકાર અને સત્કાર કરવો જોઈએ. એની સાથે મિજબાની માણતાં માણતાં જીવનનો ઉત્સવ ઉજવી... કોઈ મિલ ગયા... અને 'આઈ લવ યુ' ગાતાં ગાતાં ઝૂમી ઉઠવું જોઈએ. યાદ રાખો આ જ વ્યક્તિ તમને સફળતાની ટોચ પર બેસાડશે. એટલે જ કહું છું... જાતને ચાહો... શાબાશી આપો અને જીવન વિજેતા બનો.

ન્યુરોગ્રાફ ઃ જો તમારી પાસે સમય ન હોય તો તમારી જાતને પૂછો કે ''આ તમારી સિદ્ધિ છે કે સમસ્યા?''
 
- મૃગેશ વૈષ્ણવ

વાસ્તવિક સત્ય કરતાં કાલ્પનિક સત્ય માણસને વધુ વિશ્વસનીય કેમ લાગે છે ?

- જીવનમાં બે વસ્તુઓનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છે ઃ સંપત્તિ અને સન્મતિ. જ્યાં સંપત્તિ હોય ત્યાં ઘણીવાર સન્મતિ નથી હોતી અને જ્યાં સન્મતિ હોય ત્યાં સંપત્તિ નથી હોતી.

* વાસ્તવિક સત્ય કરતાં કાલ્પનિક સત્ય માણસને વધુ વિશ્વસનીય કેમ લાગે છે ?
* પ્રશ્નકર્તા ઃ શ્રી ભરત વ્યાસ મુ. વાપી

હિન્દીમાં એક કહેવત છેઃ ''સત્ય બોલીએ તો જગત મારવા દોડે છે અને જૂઠ્ઠું બોલો તો જગત વિશ્વાસ કરી લે છે.'' કદાચ એટલે જ લોકો અસત્ય બોલવામાં ઝાઝો રસ લેતાં હશે.
સત્ય એ વાણીનું તપ છે અને એ તપનો પ્રકાશ જીરવવાનું અને જાળવવાનું કાયર કે કમજોર માણસનું કામ નથી. સત્યવક્તા બનવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ કાર્ય સત્ય સાંભળવાનું, સહન કરવાનું અને સાંભળ્યા પછી સાચી વાત પચાવવા માટે માનસિક સ્વસ્થતા ટકાવી રાખવાનું છે. સત્યનું સ્વસ્થ ચિત્તે સ્વાગત કરે અને જાણ્યા પછી ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખે એવા વીરલા કોઈક હોય છે.


સ્વ. જ્યોતીન્દ્રભાઈ દવેના શબ્દોનું સ્મરણ થાય છેઃ સત્ય દુઃખકર છે અને અસત્ય સુખકર છે. આ વાક્યની માર્મિકતા સમજવા જેવી છે. માણસ કોઈ પણ વાત અસલી સ્વરૃપે જાણતો નથી, ત્યાં સુધી તેને પોતાનો ભ્રમ પણ મધુર લાગે છે. મિત્ર, પત્ની, ભાગીદાર કે કોઈ સ્વજન પોતાની સાથે ચાલ ચાલી રહ્યું છે, દગો કે વિશ્વાસઘાત કરી રહ્યું છે, એવું માણસ જાણે ત્યારે તે કેટલો વિચલિત, દુઃખી, વ્યાકુળ અને ઉદ્વિગ્ન થઈ જાય છે. ઘણીવાર એમ થાય છે કે અસત્ય જાણ્યું ન હોત કે બહાર ન આવ્યું હોત તો સારું. કોઈને માણસ ધર્મની દ્રષ્ટિએ ગુરૃતુલ્ય ગણતો હોય, અથવા કોઈ મહાન નેતા કે સમાજસેવી મનાતો હોય એમના વિશે આપણે નહીં ધારેલું - નહીં કલ્પેલું રહસ્ય છતું થાય છે, ભ્રષ્ટાચાર કે દુરાચારીનો આક્ષેપ મૂકાય છે ત્યારે આપણે હચમચી ઉઠીએ છીએ. દુનિયાને પણ ઘણીવાર ભ્રમમાં રહેવું જ ગમતું હોય છે. એટલે જ દુનિયાને છેતરવા ખાતર લોકો બનાવટી વાણી, વર્તન, વ્યવહાર અને આચરણનો સહારો લેતા હોય છે. રાક્ષસો પણ માનવમનની આ કમજોરી સમજીને જ માયાવી વેશ ધારણ કરતા હતા. ભર્તૃહરિએ કહ્યું છે તેમ ખારું પાણી શીતળ હોય છે. અસતી એટલે કુલ્ટા સતી હોવાનું નાટક કરે છે. દંભી વિવેકશીલ હોવાનો ઢોંગ કરે છે અને ધૂતારા લોકો મીઠી-મધુર વાણી દ્વારા સામેની વ્યક્તિને આંજવાની પ્રવૃત્તિ કરતા હોય છે. ઘણીવાર માણસનો નિષ્કપટ વ્યવહાર તેનો પોતાનો શત્રુ બની જાય છે. હરિવંશરાય બચ્ચનના શબ્દોમાં -

''મૈં છિપાના જાનતા તો
જગ મુઝે સાધુ સમજતા,
શત્રુ મેરા બન ગયા હૈં,
છલરહિત વ્યવહાર મેરા.''


'સત્' એટલે જેનું સનાતન-કાયમી અસ્તિત્વ હોય, ટકી રહેવાની પ્રબળ શક્તિ હોય. ઋગ્વેદનો ઋષિ કહે છેઃ ''જેના આશ્રયથી દિવસ-રાત ઉત્પન્ન થાય છે, જે નિરંતર ગતિશીલ છે, જડથી ભિન્ન ચેતન તત્ત્વ પણ જેના આશ્રયમાં વસેલું છે, અને જેના આશ્રયે નદી-સમુદ્ર વગેરે અને સમસ્ત પ્રજાઓ રહેલી છે, જેના આશ્રયે સૂર્ય ઉદિત થાય છે, તે સત્ય વચન મારી દરેક પ્રકારે રક્ષા કરે.''
સ્વામી દયાનંદ સરસ્વતીએ એક સુંદર વાત એ કરી છે કે મનુષ્યનો આત્મા સત્ય-અસત્યને જાણે છે છતાં પણ પોતાના પ્રયોજનની સિદ્ધિ, હઠ, દુરાગ્રહ અને અવિદ્યા વગેરે દોષોના કારણે સત્યને ત્યજીને અસત્યનો સહારો લે છે.

હકીકતમાં માત્ર સત્યનું જ અસ્તિત્વ છે, ભ્રમ કે કાલ્પનિક સત્યનું નહીં. અસત્ય બોલનારનો પ્રયત્ન તો એ જ હોય કે પોતે ચતુરાઈપૂર્વક બોલેલું અસત્ય સામેની વ્યક્તિને સત્ય લાગે અને તે ભ્રમિત થઈ તેવા અસત્યને સ્વીકારી લે. જાદુગરો હાથચાલાકી અને સમ્મોહનનો સહારો લઈ માણસને ભ્રમિત કરી કાલ્પનિક પ્રયોગને સાચો મનાવવાની કોશિશ કરે છે. માણસને ભ્રામક કે કાલ્પનિક સત્યનો સોદો સોંઘો-સસ્તો લાગે છે, કારણ કે અસત્ય બોલવાથી તેને તાત્કાલિક ફાયદો થઈ જાય છે, જ્યારે સત્ય બોલવું તેને માટે 'મોંઘું' સાબિત થાય છે, કારણ કે સત્યને કારણે જે પરિસ્થિતિ પેદા થાય તેનાં પરિણામો તેણે તાત્કાલિક સહન કરવાં પડે છે. માણસની ભીરૃતા એને સત્ય બોલીને મુશ્કેલીને જાતે નિમંત્રિત નહીં કરવાની સલાહ આપે છે. સ્વાર્થવશ માણસ અસત્ય અથવા કાલ્પનિક સત્ય બોલીને ફાયદો મેળવી લે છે. એટલે માણસને વાસ્તવિક સત્ય કરતાં કાલ્પનિક સત્ય વધુ ગમે છે. વાયદાબાજો, બહાનાંખોરો, અપરાધીઓ, પ્રિયતમ-પ્રિયતમાઓ, મા-બાપ સમક્ષ સંતાનો એટલે જ કાલ્પનિક સત્ય, મનઘડંત કારણો, પ્રસંગોનો સહારો લઈ તાત્કાલિક રક્ષણ મેળવી ઉપાધિમાંથી બચી જાય છે. માણસની બુદ્ધિ સ્વાર્થવશ તેને ભ્રમિત કરી અસત્યના સહારે જાતને બચાવી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે. માણસ મોહવશ, અજ્ઞાાનવશ અને મનને ખુશ રાખવા ખાતર પણ સત્યને બદલે કાલ્પનિક 'સત્ય' જે સત્ય જ નથી, તેને મહત્ત્વ આપે છે. રાજા ભતૃહરિએ મહારાણી પિંગલાના પતિપ્રેમ અને સતીત્વની કસોટી ખાતર જૂઠનો સહારો લીધો અને મહારાણી પતિના અવસાનની વાત જાણી આઘાતવશ મરણ પામી. ભતૃહરિને ખબર હતી કે મૃત વ્યક્તિને જીવિત કરી શકાતી નથી, છતાં ગોરક્ષનાથ પર દબાણ કરી મહારાણીના ખોળીઆને જીવતું કરાવ્યું, પણ એમાં આત્મા ગણિકાનો સ્થાપિત થયો (કથા મુજબ) પરિણામે 'અમરફળ' વાળી ઘટનાથી ગણિકાના આત્માથી જીવિત થએલી પિંગલાના દુરાચારની વાત રાજાના ધ્યાનમાં આવી ત્યારે મોહનો પડદો દૂર થઈ ગયો, સત્ય બહાર આવ્યું અને હૃદયનો આઘાત પહોંચતાં ભતૃહરિએ ગૃહત્યાગ કરી સન્યાસ ગ્રહણ કર્યો.

સત્ય સ્વાવલંબી હોય છે અને અસત્ય પરાવલંબી. સત્યનિષ્ઠ, સત્યનો સાચો ઉપાસક-આરાધક સત્ય ખાતર બલિદાન આપવું પડે તો પણ તેને માટે તે તૈયાર રહેશે, પણ ચારિત્ર્યભ્રષ્ટતા નહીં જ દાખવે. કાલ્પનિક સત્યનો માર્ગી પ્રલોભન, લોભ, લાલચ ખાતર પોતે કહેલી વાતને વળગી ન રહેતાં વખત આવે ફરી જતો હોય છે. કોર્ટના સાક્ષીઓમાં તથા નેતાઓના આવેશભર્યા ભાષણોમાં ઘણીવાર આવી ઘટના જોવા મળે છે. અસત્ય ઉચાર્યા પછી ઉપસ્થિત થનારી પરિસ્થિતિઓનો સામનો કરવાની આવા તકસાધુઓ પાસે તાકાત હોતી નથી. એટલે બોલેલા શબ્દો કે કહેલી વાતને તેઓ ફેરવી તોળતા હોય છે, માણસ આબરૃ કે પ્રતિષ્ઠા સામે ખતરો ઉભો થવાની શક્યતા જુએ ત્યારે પણ બનાવટી કે કાલ્પનિક સત્યનો આધાર લેતો હોય છે. લોકો બનાવટી વાતોથી અંજાઈ જાય છે માટે તેમને તેવી વાતો વિશ્વસનીય લાગે છે. અસત્ય નિર્બળ છે. અસત્યે પોતાના અસ્તિત્વ માટે પણ સત્યનો આશ્રય લેવાનું જરૃરી બને છે, વિનોબા ભાવેની આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
જીવનમાં બે વસ્તુઓનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છેઃ સંપત્તિ અને સન્મતિ. જ્યાં સંપત્તિ હોય છે ત્યાં ઘણીવાર સન્મતિ નથી હોતી અને સન્મતિ ધરાવનાર પાસે સંપત્તિ નથી હોતી. કાલ્પનિક સત્ય સંપત્તિ આપી શકે કારણ કે એ માટે સન્મત્તિ કરતાં સ્વાર્થવૃત્તિ વધુ ખપ લાગે છે. આજકાલ 'સત્ય મારું છે' એમ કહેવા કરતાં હું કહું છે તે જ સત્ય છે- એમ કહેનારની સંખ્યા અહર્નિશ વધી રહી છે! કાલ્પનિક સત્યને પ્રચારકોની ખોટ ક્યારેય વર્તાતી નથી!

કુમારપાળ દેસાઇ

ના નજ્મ, ના હઝલ છે, ના ગીત છે, ન ગઝલ છે,સપરમા દિવસોની આ રહસ્યમય મહા-પઝલ છે!

આમ તો હમેશાં મબુભાઈ મૂંઝવણમાં મુકાતા આવેલા ચકુભાઈને તમે હંમેશાં તમારી ચતુર કુશળ બુદ્ધિ વડે મબુભાઈની મૂંઝવણોના ચક્રવ્યૂહને ભેદતા આવ્યા છે. પણ આજે પહેલીવાર મબુભાઈનાં મંદ બુદ્ધિએ તમને એવી મહા-પઝલના ચક્કરમાં નાંખી દીધાં કે આજે મુંઝાવાનો વારો મબુભાઈના બદલે તમારો આવી ગયો, આ દિવાળીના સપરમા દિવસોમાં...
સોમવારની સવારે હજી તો તમે બ્રશ કરીને ચ્હાની પહેલી ચુસકી લેતા હતા. ચકુભાઈ, ને તમારા ઘર પાસે રિક્ષા થોભ્યાનો ઘરરર ખટાક્ અવાજ સંભળાયો.

જો તો જરા! આપણે ત્યાં તો નથી આવ્યું ને કોઈ દિવાળી વેકેશન દહન માટે? પહેલાંના જમાનામાં કાગડાનું કા...કા... મહેમાનના આગમનની એંધાણી આપતું હતું, એ કામ હવે રિક્ષાઓ એના કર્કશ ઘરઘરાટથી કરે છે.' તમે તમારા કિચન-કામિનીને હાક મારીને કહ્યું ચકુભાઈ. અને સવારના પહોરમાં મબુભાઈના શ્રીમતી ભોળીબેનને ચિંતાતુર ચહેરે રિક્ષામાંથી ઉતરતાં જોઈ, તમે ચ્હાનો કપ અધુરો મૂકી સફાળા ઊભા થઈ ગયા ચકુભાઈ.

'અરે ભાભી અત્યારમાં? મબુભાઈ મઝામાં તો છે ને? આવો, અંદર આવો!' તમે ચિંતાતુર ચહેરે ભોળી ભાભીને પૂછ્યું,
'અરે ભાઈ! મારા એ તો મઝામાં જ છે. સજામાં તો અમે છીએ, એટલે તો સવારના પહોરમાં તમે બહાર નીકળી જાવ ચકુભાઈ, એ પહેલાં હું મારતી રિક્ષાએ અહીં આવી છું. એમને તો એમ જ છે, કે આજે હું જરા વહેલી શાક લેવા નીકળી છું.' અને ચ્હાની ચુસકી લેતાં લેતાં આંસુભીનાં લોચનિયે ભોળીભાભી મબુભાઈની છેલ્લા થોડાક દિવસોની જે વિચિત્ર હરકતની વાત કરતા ગયા, એણે તો તમારા જેવા ચ.કુ.ભાઈનેય મહાપઝલમાં મૂકી દીધાં ચકુભાઈ!
'... એકાદ મહિના પહેલાં ઈ કયાંકથી એક કૂતરો વેચાતો લઈ આવ્યા છે, આ સપરમા દિવસોમાં, પૂરા ત્રણ હજાર રૃપિયા આપીને!'
'હેં! શું કીધું ભાભી તમે? કૂતરો? અને મબુભાઈ વેચાતો લઈ આવ્યા છે? આટલો મોંઘો? અરે મબુભાઈને કૂતરાંની તો એટલી એલર્જી છે કે, એકવાર એમણે મને કહેલું, 'ચકુભાઈ, જેમ શબરીને જંગલના પાંદડે પાંદડે શ્રીરામ દેખાતા હતાં, એમ મને કૂતરે કૂતરે હડકવાના ઈંજેક્શનોના ભાલા દેખાય છે. પરશુરામે તો પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરેલી, પણ મારું ચાલે તો હું પૃથ્વીને એકસો એકવીસવાર 'ન-કૂત્રી' કરી નાંખું. અને તમે કહો છો ભાભી કે મબુભાઈ ત્રણ હજાર રૃપિયાનો કૂતરો ખરીદી લાવ્યા છે. ઈટ ઈઝ નોટ સીટીંગ ઈન માય માઈન્ડ! આઈ મીન મારા મગજમાં એ બેસતું નથી ભાભી!' તમે આશ્ચર્યભર્યા સ્વરે કહ્યું ચકુભાઈ.

'સીટનું તો મારા મગજમાં ય નથી ભાઈ! અને કૂતરો ય પાછો એ કેવો લઈ આવ્યા છે? આમ તો છે ધોળા મ્હોંવાળો નાનકડો રૃપાળો, પણ એનાં ડાબો કાન અડધો કપાયેલો છે, ને એનું ભસવાનું તો મારા બાપ! આખો દિવસ...માં જીભ જ નથી ઘાલતો. હાઉ હાઉ! ભોં ભોં કરીને મગજ ફેરવી દે છે. મૂઓ થાકતો જ નથી. રોજ સાંજે તમારા ભાઈ ઓફિસેથી આવે ત્યારે એ ભોં ભોં કરતો જ હોય! એટલે પછી એ હાથમાં લાકડીનો ડંગોરો લઈને 'ભસ ભસ લે હવે તું ભસ સા...' કહેતાં જાય ને એને મારતા જાય. ત્યારે એ ઘોઘર વાઉ વાઉ કરતો બે પગ વચ્ચે પુંછડી દબાવીને ચૂપ બેસે. પછી નિરાંતે તમારા ભાઈ એની સામે આરામ ખુરશીમાં ટેસથી બીડી-બાકસ લઈને બેસે. પણ આ કૂતરો તો છે જ વિચિત્ર. થોડીવાર થાય એટલે ફરી ભસવા માંડેને ફરી તમારા ભાઈ હાથમાં લાકડી ઉપાડે કે એ ડરીને 'વાઉ વાઉ' કરવા માંડે અને એટલે તમારા ભાઈ પાછા ખુશખુશાલ.'

'ઘોઘર? એ શુ એ કૂતરાનું નામ છે ભાભી.'તમારું આશ્ચર્ય એક પછી એક વધુને વધુ ઈંડા મૂકતું જતું હતું ચકુભાઈ.
'હા, તમારા ભાઈએ જ પાડેલું છે, કેવું બિહામણું નામ છે. મેં તો કીધું કે નામ તો સારું પાડો આ કાનકપલા ભસવાટીયાનું તો કે, 'ના નામ તો ઘોઘર જ રહેશે. એના ભસવાટના અને કપલાકાનના તો મેં ત્રણ હજાર રૃપિયા આપ્યા છે.' હવે તમે જ કો ભાઈ! કેવી વિચિત્ર વાત છે એમની? જોકે ઘોઘરને લઈ આવ્યા પછી એમનો પોતાનો સ્વભાવ તો ઘણો સુધર્યો છે, નહીં તો રોજ સાંજે ઘરે આવે ત્યારે તરત પહેલાં તો એમને ઘરનાંને છાશિયા-ઘુરકીયાં કરતા, એ હવે નથી કરતાં. પણ ભઈસાબ નવા વરસે તો આ ઘોઘરથી છોડાવો અમને. છોકરાંઓ તો એના આખા દિવસના ભસવાટથી એવા કંટાળી ગયા છે! લો તારે હું તો જાઉં છું ભાઈ! નહીં તો મોડું થશે તો કે'શે કે શાક લેતાં આટલી વાર? પણ તમે કંઈક જલ્દી કરજો હોં ચકુભાઈ! નહીં તો હું ગાંડી થઈ જઈશ એ ઘોઘરના આખા દિવસના ભસવાટથી!' કહેતાં ભોળીભાભી જવા માટે ઊઠયા, ને એમની આખી વાતથી ગુંચવાયેલી ફિરકી જેવા તમે એવા જ ગુંચવાયેલા સ્વરે કહ્યું ચકુભાઈ, 'તમે ચિંતા ન કરો ભાભી! મબુભાઈની આ વિચિત્ર હરકતે મારા મનમાંય એટલું કૂતુહલ જન્માવ્યું છે કે આજે એનો તાગ લીધે જ છૂટકો છે. મબુભાઈએ આજે પહેલીવાર મને આટલી મુંઝવણમાં મૂક્યો છે. કેટલા વાગ્યે ઓફિસે જાય છે એ?'

'આમ તો એમની ઓફિસનો ટે'મ સવારના દસનો છે, પણ એ બિચારા તો પોણા દસે પો'ગી જ જાય છે.'
'બસ તો પછી હમણાં જ પોણા દસે જ એમને પકડું છું, એમની ઓફિસના કંપાઉન્ડ ઝાંપે જ' તમે કહ્યું ચકુભાઈ...
'... અને સવારના પોણાદસ વાગ્યામાં એમની ઓફિસના ઝાંપે તમને જોઈને મબુભાઈના ભોળિયા ચહેરા પર આનંદ મઢ્યા આશ્ચર્યના રેલાં ઊતરી આવ્યા. 'અરે ચકુભાઈ! શું વાત છે? સપરમા દિવસોમાં આજે સવાર સવારમાં તમે ક્યાંય ભૂલા પડયા. આ કબાડીખાનાના ઝાંપે? રજા પર છો? ચાલો ચાલો ચ્હા પીએ.' કહી મબુભાઈએ તમને ચ્હાની લારી તરફ દોર્યા.

'મબુભાઈ! મેં સાંભળ્યું છે કે, આજકાલ તમે કંઈ કૂતરાં પાળવાનું શરૃ કર્યું છે?' તમે કૂતરા વેગે અડધી ચ્હા પૂરી કરી નાંખી વાત છેડી.

'તમને કોણે કહ્યું ચકુભાઈ? જુઓ એ મારો અંગત મામલો છે. એટલે આગળ કંઈ પૂછતા નહીં.' મીણીયા સ્વભાવના મબુભાઈ તે પછી બીડી જલાવી બોલ્યા, 'બીજુ શું ચાલે છે? ભાભી, બાળકો મઝામાં? ચાલો આવો છો ઓફિસમાં? મારો ટાઈમ થવા આવ્યો છે.' કહી મબુભાઈ કિટલીની પાટલીએથી સફાળા ઊભા થઈ ગયાં.

મબુભાઈના આ વિચિત્ર વર્તને તો તમારા 'કૂતરા-કુતૂહલ'ને ઓર ઉશ્કેરી મૂક્યું ચકુભાઈ, ને ગમે તેમ કરીને વાતનો તાગ મેળવીને જ જવાનો નિર્ણય કરી તમે કહ્યું, 'હા, હું આવું છું. તમારી સાથે થોડું બેસીને પછી જઈશ.' પણ... પણ...!
પણ... ચકુભાઈ! તમે મબુભાઈની સાથે એમની ઓફિસના કંપાઉન્ડમાં પગ મૂક્યો ત્યારે... ત્યારે તો...
ત્યારે તો એ ઓફિસના આખાય કંપાઉન્ડ અને કચેરીનું વાતાવરણ, જાણે કોઈ આતંકવાદી હમણાં જ ત્યાં બોમ્બ-વિસ્ફોટ કરવાનો હોય એવું તંગ લાગતું હતું. પ્યૂનો હાંફળા-ફાંફળા દોડતા હતા, હેડ-કલાર્કો તંગ ચહેરા પરના ચશ્માં નાક પર તાણી ઓશિયાળી સૂરતે ટટ્ટાર બેઠા હતાં. કારકુનો બીડી બુઝાવી દઈ બુઝ્યા-બુઝ્યા ચહેરે જાણે કોઈ વાવાઝોડું પસાર થવાની રાહ જોઈ રહ્યા હોય તેમ ટેન્શન પહેરીને બેઠાં હતાં.

'મબુભાઈ અહીં વાતાવરણમાં આટલું બધું ટેન્શન કેમ લાગે છે? બધાંના ચહેરા બીધેલાં દેખાય છે! કંઈ થયું છે કે શું અહીં?'
'લાગે છે અમારા આર.ડી.એક્સ બીગ-બોસની બારુદ ગાડી કંપાઉન્ડમાં પ્રવેશી ચુકી છે. આપણે જરા બાજુ પર ખસી જઈએ. હડકાયું કૂતરું સામેથી આવતું હોય ત્યારે બાજુ પર ખસી જવું એને બીવું નહીં, સાવચેતી કહેવાય ચકુભાઈ! નહીં તો આખો દિવસ ભસતા રહેવાના અને બચકાં ભરતા રહેવાના એના શોખની શરૃઆત આજે એ આપણાથી કરશે. સા... એટલે નપાવવટ નાલાયક છે કે, એ મરી જશે તો કોઈ એના બેસણામાંય નહીં જાય. આ તો શું થાય કે નોકરીનો મામલો છે, એટલે મજબુરી કા દૂસરા નામ...' જેવો ઘાટ છે.' કહેતાં મબુભાઈએ ધૃણાથી થુંકીને અર્ધીજલેલી બીડીને દાંત ભીંસી બુટની એડી નીચે કચરી નાંખી.

અને કંપાઉન્ડના પાર્કિંગ-પ્લેસમાં હમણાં જ આવેલી કિંમતી સરકારી કારનું દ્વાર એક બિલ્લા-ડ્રેસધારી પ્યૂને ખોલ્યું અને એમાંથી નીકળેલા સફેદ સૂટ-ટાઈધારી, ધોળા વાળવાળા, પથ્થરી ગુસ્સેલા ચહેરાના ગરદન વિનાના જાડા માણસને ફૂંફાડતી ચાલે લિફટની દિશામાં જતો જોઈ તમને લાગ્યું ચકુભાઈ, કે આ 'એવરેસ્ટી ઈગો' (મહા અભિમાન) ધરાવતો માણસ એની પૂરી જિંદગીમાં એક પણ દોસ્ત તો નહીં જ બનાવી શક્યો હોય, પણ જિંદગીમાં એક પણ વ્યક્તિનો પ્રેમ કે ભલી લાગણી એકવાર પણ નહીં મેળવી શક્યો હોય, એનાં પત્ની બાળકો સુદ્ધાંનો!

અને એ બારુદી વાવાઝોડું લિફટમાં પૂરાઈ જતાં, રીલેક્સ થયેલા લાગતા મબુભાઈના ચહેરાએ તમારા મનમાં એક વીજ-ઝબકાર કરી દીધો.

'મબુભાઈ! એક મિનિટ! તમારા આ હમણાં ગયા એ ધોળા કપડાવાળા તમારા બારુદી બીગ-બોસનું નામ મી. ઘોઘર છે? અને એમનો ડાબો કાન થોડો કપાયેલો છે?' તમે પૂછ્યું ચકુભાઈ.

'ઓહ યસ!' આશ્ચર્યચકિત સ્વરે મબુભાઈએ કહ્યું, 'પણ... પણ તમને એ શી રીતે ખબર પડી ચકુભાઈ? આ ત્રાસવાદીના આ ઓફિસમાં આવ્યા પછી તો તમે પહેલી જ વાર આવ્યા છો! તમે ઓળખો છો શું એ પાગલ કુત્તાને?'

'ના, મબુભાઈ! પણ તમારા સબ કોન્શ્યસ (અર્ધચેતન) માઈન્ડની સાયકોલોજીને હું ઓળખી ગયો છું. હવે હું તમારી સાથે ઓફિસમાં નથી આવતો. સીધો તમારા ઘેર જાઉં છું, ભોળીભાભીને એ કહેવા કે, 'ભાભી જ્યાં સુધી મબુભાઈના અત્યારના ભસવાટીયા બોસ મી. ઘોઘરની એમની ઓફિસમાંથી વિદાય નહીં થાય ત્યાં સુધી તો મબુભાઈ એમના ભસવાટીયા 'ઘોઘર'ને નહીં જ વેચે? અને તો જ મબુભાઈનું માનસિક સ્વાસ્થ્ય જળવાશે. અને તમને ય રાહત રહેશે.' કહી તમે કંપાઉન્ડમાંથી જ મબુભાઈની વિદાય લીધી ચકુભાઈ, ને મબુભાઈ આશ્ચર્ય-પ્રશ્નાર્થ વિસ્ફારીત નયને, અદૃશ્ય થઈ રહેલા તમારી પીઠને ક્યાંય સુધી તાકી રહ્યા, ને એકાએક 'ઘોઘર'નું સ્મરણ થઈ આવતાં, રીસ્ટ-વોચમાં જોતાં લિફટની દિશામાં દોડી ગયા...

કાશ ચકુભાઈ! મબુભાઈને ત્યારે એ ખબર હોત કે એમના બારુદી બોસ મિ. ઘોઘરનો ટ્રાન્સફર ઓર્ડર આજની ટપાલમાં આવી ગયો છે, ને દિવાળી પછી લાભપાંચમે એ અહીંથી 'રિલીવ' થવાનાં છે, તો શાયદ મબુભાઈની દિવાળી સુધરી ગઈ હોત, અને ભોળીભાભીનું નવું વરસ પણ...

નસીર ઇસમાઇલી

Monday, 5 November 2012

પથ્થર વાગવાની પીડાને બદલે અનેરું આત્મસુખ અનુભવું છું

ઉદ્યાનમાં ઊગેલા આંબાની દયા ખાતા આસોપાલવે કહ્યું, 'અરે, તારી તો કેવી દુઃખી હાલત છે! મને થાય છે કે દુનિયામાં તારા જેવું બદનીસબ બીજું કોઇ વૃક્ષ નહીં હોય. તું માણસજાતને મિષ્ટ, મધુર કેરીનું ફળ આપે છે અને એ લેવા માટે માણસો તારા પર પથ્થરમારો કરે છે.'

વાત એવી હતી કે આંબાના વૃક્ષ પર કેરી આવતી હોય ત્યારે છોકરાઓ એની કાગડોળે રાહ જોતા. જતા-આવતા આતુરતાથી એના પર આંખો માંડતા અને કેરી ઊગે એટલે આંબાની ડાળી પર પથ્થર મારીને એને નીચે પાડતા.

આ જોઇને આસોપાલવને ભારે મજા પડતી હતી. મનમાં થતું ય ખરું કે આવું રસમધુર ફળ આપનારા બિચારા આંબાની કેવી વલે થાય છે!
એણે એક દિવસ આંબાની આગળ આનો વસવસો વ્યક્ત કર્યો અને એને કેટલી બધી પીડા થતી હશે એની ચિંતા દાખવી.

આંબાએ કહ્યું, 'મિત્ર આસોપાલવ, મને તો એ વાતનો અતિ આનંદ છે કે મારી ડાળીઓ પર રસથી ભરેલી કેરીઓ ઊગે છે. જુઓ, આ કેરીને કારણે તો છોકરાઓ મારા પર કેવી આશાભરી મીટ માંડ છે! કેરી ક્યારે ઊગે એની રાહ જુએ છે. જેવી ઊગે એવા મારી નિકટ આવે છે. આવો ભાવ કોને મળે? મને તો આનો ભારે સંતોષ છે.'
આસોપાલવના હૃદયમાં ઇર્ષ્યાની આગ જાગી ઊઠી. એણે કહ્યું, 'પણ આ બધામાં તને ફાયદો શું? એક તો કેરી ઊગાડવાની અને હંમેશા પથરા ખાવાના. જો, મને તો કોઇ પથ્થર તો શું, એક નાની કાંકરી પણ મારી શકતું નથી. હું કેટલો બધો નસીબદાર!'

આંબો ખડખડાટ હસી પડયો અને બોલ્યો, 'નસીબદાર ? તારી ડાળી પર ફળ તો ઊગતાં નથી.
ફળ ઊગે ત્યારે વૃક્ષને કેવો આનંદ થાય એની તને ક્યાંથી ખબર હોય? બીજી વાત એ કે તું એમ માને છે કે મારે રોજ પથરા ખાવા પડે છે. પણ હું માનું છું કે જેની પાસે કશુંક હોય, એ જ બીજાને કશુંક આપી શકે. આ આપવાના આનંદની તને ઓળખ નહીં હોય. એ આનંદ એવો છે કે એમાં પથ્થર વાગવાની પીડા સાવ ભૂલાઇ જાય છે. એનાથી અનેરું આત્મસુખ પ્રાપ્ત થાય છે.'
આંબાની વાતનો આસોપાલવ પાસે કોઇ ઉત્તર નહોતો.

ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ